કોઈ વ્યક્તિને છીંક આવે ત્યારે ઘણા લોકો આપમેળે God Bless You કહે છે

આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આવું શા માટે કહેવામાં આવે છે.

પ્રાચીન સમયમાં છીંકને બીમારીનું પ્રારંભિક લક્ષણ માનવામાં આવતું હતું.

તે સમય દરમિયાન રોમમાં પ્લેગ જેવી ગંભીર મહામારી ફેલાઈ હતી.

એવી માન્યતા હતી કે છીંક આવનાર વ્યક્તિના સારા સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના સ્વરૂપે God Bless You કહેવામાં આવતું હતું.

આજે મોટાભાગના લોકો આ શબ્દોને શિષ્ટાચાર, સૌજન્ય અને શુભેચ્છા વ્યક્ત કરવાની રીત તરીકે ઉપયોગ કરે છે.

અલગ-અલગ દેશોમાં છીંક પછી અલગ-અલગ શબ્દો બોલવાની પરંપરા છે.

God Bless You કહેવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી; તે હવે એક સામાજિક પરંપરા બની ગઈ છે

તેથી આજે પણ ઘણા લોકો આદત, સન્માન અને શુભેચ્છાના ભાવથી આ શબ્દો બોલે છે.