શિયાળામાં જ્યારે તાપમાન ઘટે છે ત્યારે શરીરને ગરમ રહેવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે.

આ સમય દરમિયાન શરીરમાં ચોક્કસ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે સુગરને વધારી શકે છે

લોકો શિયાળા દરમિયાન ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે જેના કારણે હલનચલન ઓછી થાય છે.

આ ઋતુ દરમિયાન ઓછું પાણી પીવું પણ સામાન્ય છે, જે સુગરનું સ્તર વધુ વધારી શકે છે.

સામાન્ય વ્યક્તિઓમાં ગ્લુકોઝ સરળતાથી નિયંત્રિત થાય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિન યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી

જેના કારણે બ્લડ સુગરમાં ઝડપથી વધારો થાય છે.

શિયાળામાં ભૂખ પણ વધે છે. વિટામિન ડીની ઉણપ રહે છે જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનની અસર ઓછી થઈ જાય છે

ઊંઘની પેટર્ન પર પણ અસર થાય છે. આ બધા પરિબળોથી શિયાળામાં બ્લડ સુગરમાં વધારો થાય છે

નિષ્ણાંતોના મતે આ ઋતુ દરમિયાન ડાયાબિટીસના દર્દીઓ દરરોજ 8 થી 9 ગ્લાસ પાણી પીવો.

ઘરે 20 થી 30 મિનિટ સુધી હળવી ગતિએ ચાલવું, સ્ટ્રેચિંગ અથવા યોગ કરવાથી ફાયદો થાય છે.

તળેલા ખોરાકને મર્યાદિત કરો. બાજરી, શાકભાજી, સૂપ અને નારંગી, જામફળ અને આમળાને ડાયટમાં સામેલ કરો

રાતે મેથીના દાણાને પલાળી રાખો અને સવારે પાણી પીવો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો