હિમોગ્લોબિન લોહીમાં રહેલું એવું પ્રોટીન છે, જે ફેફસાંમાંથી આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં તેની ઉણપ સર્જાય ત્યારે કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

Published by: gujarati.abplive.com

હિમોગ્લોબિન ઘટવાથી 'એનિમિયા' (લોહીની ઉણપ), સખત થાક અને હૃદય પર દબાણ વધવાની ગંભીર સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

આયર્નથી ભરપૂર લીલા પાંદડાવાળા શાકભાજી (પાલક, મેથી, સરસવ) લોહીની રચના સુધારવા માટે બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

બીટ, દાડમ, સફરજન અને કિસમિસ ખાવાથી શરીરમાં નવું લોહી ઝડપથી બને છે અને એનિમિયા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ચણા, મસૂર, રાજમા અને બદામમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે, જે શરીરની નબળાઈને જડમૂળથી દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

તમે જે આયર્ન ખાઓ છો, તેને શરીરમાં યોગ્ય રીતે શોષવા માટે વિટામિન C (આમળા, લીંબુ, સંતરા) અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ખાંડને બદલે રોજિંદા આહારમાં ગોળ અને મધનો ઉપયોગ કરવાથી શરીરને નેચરલ આયર્ન અને મિનરલ્સ મળે છે.

Published by: gujarati.abplive.com

ગોળ અને ચણાનું નિયમિત સેવન એ હિમોગ્લોબિન વધારવાનો સૌથી સસ્તો અને સચોટ દેશી ઉપાય છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતો થાક કે ચક્કર આવતા હોય તો ઘરેલું ઉપાયની સાથે ડૉક્ટર પાસે બ્લડ ટેસ્ટ (CBC) કરાવવો હિતાવહ છે.

Published by: gujarati.abplive.com