ઘણા લોકોને મચ્છર કરડતા નથી, જ્યારે કેટલાક લોકો મચ્છરો માટે મેગ્નેટ જેવા હોય છે.



બ્લડ ગ્રુપ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે; O બ્લડ ગ્રુપવાળા લોકોને મચ્છર સૌથી વધુ પસંદ કરે છે, જ્યારે A ગ્રુપવાળા લોકોને સૌથી ઓછા.



શરીરની ગંધ અને પરસેવો પણ એક મોટું કારણ છે. પરસેવામાં રહેલા લેક્ટિક એસિડ અને એમોનિયા મચ્છરોને આકર્ષિત કરે છે.



જો તમારી ત્વચા પર વધુ માઇક્રોબ્સ હોય, તો મચ્છરો તમારા તરફ વધુ આકર્ષાય છે.



કાળો રંગ મચ્છરોને વધારે આકર્ષે છે, તેથી કાળા કપડાં પહેરવાથી મચ્છરો તમને વધુ કરડી શકે છે.



એક રિસર્ચ મુજબ, ગર્ભવતી મહિલાઓનું શરીરનું તાપમાન વધુ હોવાથી મચ્છરો તેમના તરફ વધુ આકર્ષાય છે.



જે લોકોના શરીરમાંથી મચ્છરોને આકર્ષિત કરતું સિગ્નલ ઓછું આવે, તેમને મચ્છર ઓછા કરડે છે.



મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.



જો તમને મચ્છર કરડતા હોય તો રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જરૂરી છે.



તેથી, આગલી વખતે જ્યારે તમે મચ્છરોથી પરેશાન થાઓ, ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું.