પપૈયું વિટામિન A, C અને ફાઈબરથી ભરપૂર એક અત્યંત પૌષ્ટિક ફળ છે.

Published by: gujarati.abplive.com

તે પાચનતંત્ર સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવામાં ખૂબ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

પરંતુ, સ્વાસ્થ્યવર્ધક હોવા છતાં દરેક મહિલાઓ માટે પપૈયાનું સેવન સુરક્ષિત નથી હોતું.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનાઓમાં કાચું પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કાચા પપૈયામાં 'લેટેક્સ' (Latex) નામનું તત્વ હોય છે, જે ગર્ભાશયમાં સંકોચન લાવી શકે છે.

Published by: gujarati.abplive.com

આ સંકોચનને કારણે ગર્ભપાત (Miscarriage) થવાનું ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જે મહિલાઓને અગાઉ વારંવાર ગર્ભપાત થયો હોય, તેમણે ડોક્ટરની સલાહ વિના પપૈયું ન જ ખાવું.

Published by: gujarati.abplive.com

જે લોકોને 'લેટેક્સ' થી એલર્જી હોય, તેમણે પણ પપૈયું ખાતા પહેલા ખાસ સાવધાની રાખવી.

Published by: gujarati.abplive.com

પેટમાં અલ્સર કે ગંભીર ગેસની સમસ્યા હોય તો વધુ પડતું પપૈયું ખાવાથી તકલીફ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા દરમિયાન ડાયેટમાં કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

Published by: gujarati.abplive.com