સ્વસ્થ અને ફિટ રહેવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યુસ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે મોટાભાગના લોકો રોજ જ્યુસનું સેવન કરે છે. ફળ અને શાકભાજીના જ્યુસ બંને સ્વાસ્થ્યને ખૂબ ફાયદાકારક છે જ્યુસ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને એનર્જી મળે છે. ઘણા પ્રકારના ફળો અને શાકભાજીને મિક્સ કરીને જ્યુસ બનાવવામાં આવે છે જેમાં ભરપૂર પોષક તત્વો, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે મોટાભાગના લોકો સવારે ખાલી પેટ જ્યુસનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ નિષ્ણાતો આની ભલામણ કરતા નથી. કારણ કે ખાલી પેટે જ્યુસનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે ખાલી પેટે જ્યુસ પીવાથી શુગર લેવલ વધે છે. ડૉક્ટર કહે છે કે જ્યુસ પીવા કરતાં ફળોનું સેવન કરવું વધુ સારું છે.