કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળામાં આ સૌથી વધુ પ્રિય ફળ છે.



તે વિટામિન એ, સી, ફાઇબર, એન્ટીઑકિસડન્ટ અને નેચરલ સુગરથી ભરપૂર છે.



જોકે, નિષ્ણાતોના મતે દિવસે કેરીનું સેવન ફાયદાકારક છે પરંતુ રાત્રે તેને ખાવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.



નિષ્ણાંતોના મતે મોટાભાગના લોકો સવારે કે બપોરે કેરી ખાવાનું પસંદ કરે છે.



કેટલાક લોકો તેને રાત્રે ખાય છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ.



રાત્રે શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં જો કેરી જેવું ભારે અને મીઠું ફળ ખાવામાં આવે તો તેને પચવામાં મુશ્કેલી પડી શકે છે.



નિષ્ણાતો કહે છે કે આનાથી ગેસ, અપચો, પેટમાં દુખાવો અને ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે.



રાત્રે કેરી ખાવાથી બ્લડ સુગર અચાનક વધી શકે છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.



કેરીમાં કેલરી અને સુગર બંનેનું પ્રમાણ વધુ હોય છે. રાત્રે તેને ખાધા પછી શરીરને કેલરી બર્ન કરવા માટે પૂરતો સમય મળતો નથી



કેરી ખાવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે, જેના કારણે શરીર સંપૂર્ણપણે આરામ કરી શકતું નથી.



નિષ્ણાતો કહે છે કે જો સૂતા પહેલા કેરી ખાવામાં આવે તો તે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો