ઊંઘ પુરી કર્યા છતાં પણ તમને થાક અનુભવાઈ શકે છે.

ઊંઘનો સમયગાળો પૂરો હોય, પરંતુ જો ઊંઘની ગુણવત્તા સારી ન હોય તો પણ શરીરમાં થાક રહે છે.

આખો દિવસ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરવાથી પણ શરીરમાં આળસ અને સુસ્તી અનુભવાય છે

સમયસર અને પૂરતો ખોરાક ન ખાવાથી શરીરમાં એનર્જીની અછત સર્જાય છે.

શરીરમાં પાણીની અછત થવાથી પણ નબળાઈ અને થાક આવી શકે છે.

શરીરમાં આયર્ન, વિટામિન B12 અથવા વિટામિન D ની ઉણપ પણ આ થાક પાછળનું એક કારણ હોઈ શકે

આખો દિવસ વધારે સમય સુધી બેસી રહેવા કે સૂઈ રહેવાથી પણ શરીર સુસ્ત બની જાય છે.

જો થાક સતત જળવાઈ રહેતો હોય, તો તેને ક્યારેય નજરઅંદાજ ન કરવો જોઈએ.

લાંબા સમય સુધી આ પ્રકારે થાક અનુભવાય તો ડૉક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે