વધતી ઉંમર સાથે શરીરમાં વિવિધ બીમારીઓ થવા લાગે છે



મેનોપોઝ પછી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય અચાનક બગડે છે. હોર્મોનલ ફેરફારો વિટામિનની ઉણપ સાથે આવે છે



હાડકાંનું સ્વાસ્થ્ય, થાક, નબળાઈ અને ન્યૂરોલોજીકલ સમસ્યાઓ વધે છે.



40-50 વર્ષની ઉંમર પછી મહિલાઓએ ખાસ કરીને તેમના આહારમાં વિટામિન ડી, વિટામિન બી12 અને વિટામિન બી6નો સમાવેશ કરવો જોઈએ.



હાડકાંને મજબૂત કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન ડી ખાસ કરીને જરૂરી છે.



લાંબા સમય સુધી ઓછા વિટામિન ડી સ્તરથી હાર્ટ અટેકનું જોખમ પણ વધે છે.



ગાયનું દૂધ, ફોર્ટિફાઇડ અનાજ, ચીઝ, ઈંડા, સીફૂડ અને મશરૂમનો તમારા ડાયટમાં સમાવેશ કરો.



ઓછું વિટામિન B12 થાક, નબળાઈ, ચેતામાં દુખાવો અને મૂડ સ્વિંગ સહિત ન્યૂરોલોજીકલ સમસ્યાઓમાં વધારો કરી શકે છે.



વિટામિન B6ની ઉણપ હાથ અને પગમાં પણ નિષ્ક્રિયતા લાવી શકે છે.



વિટામિન B6ની ઉણપને દૂર કરવા માટે પાલક, ચણા, એવોકાડો, સૅલ્મોન, કાલે અને ગાજર ખાઓ.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો