મચ્છર કરડવાથી થતા સૌથી સામાન્ય રોગોમાં મેલેરિયા અને ડેન્ગ્યૂનો સમાવેશ થાય છે.
એવું કહેવાય છે કે જો આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.
લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ રોગ સામે બચાવ અને લક્ષણો વિશે જાગૃત કરવામાં આવે છે.
જો સમયસર રોગની ઓળખ થઈ જાય તો સારવાર શક્ય બને છે
આપણા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે મલેરિયાના કેટલા પ્રકાર છે. તેમના લક્ષણો શું છે?
પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ મલેરિયાનો સૌથી ઘાતક પ્રકાર છે. તેનાથી સૌથી વધુ મોત થાય છે
આ મલેરિયા ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ એશિયામાં જોવા મળે છે
તેના લક્ષણોમાં દર 2 દિવસે મધ્યમથી ઉંચો તાવ આવે છે, ઠંડી લાગવી, નબળાઈ અને થાક, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો વગેરે લક્ષણો જોવા મળે છે
પ્લાઝમોડિયમ વાઇવેક્સ ભારતમાં સૌથી સામાન્ય પ્રકારનો મલેરિયા છે. આ લિવરમાં લાંબા સમય સુધી છૂપાઇને રહી શકે છે
તેના લક્ષણોમાં તાવ આવવો, થાક અને ધ્રુજારી, યકૃતમાં બળતરા છે
પ્લાઝ્મોડિયમ મલેરિયા એક દુર્લભ પ્રકાર છે. તે મધ્ય અને દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં જોવા મળે છે
તેના લક્ષણોમાં ખૂબ જ તાવ, સ્નાયુમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ છે
પ્લાઝ્મોડિયમ ઓવાલે મલેરિયાનો એક પ્રકાર છે. તાવ આવવો, લિવરમાં સોજો વગેરે લક્ષણો છે
પ્લાઝ્મોડિયમ નોલેસીની ઓળખ તાજેતરમાં જ કરાઇ છે તે દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે
ખૂબ તાવ આવવો, સ્નાયુમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો છે.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો