સારા સ્વાસ્થ્ય જાળવવા માટે લોકોએ તેમના ડાયટમાં કઠોળનો સમાવેશ કરવો જોઈએ.
કઠોળ ખાવા શરીર માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે તેમાં પોષક તત્વોનો ભરપૂર ભંડાર હોય છે.
કઠોળના પોષણ મૂલ્ય વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 ફેબ્રુઆરીએ World Pulses Day ઉજવવામાં આવે છે.
નિષ્ણાંતોના મતે કઠોળ શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. સ્નાયુઓને મજબૂત બનાવવા, કોષોને સુધારવા અને શરીરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોટીન જરૂરી છે.
મગ, મસૂર, વટાણા, ચણા અને અડદ જેવા કઠોળ દરરોજ ખાવાથી સંતુલિત પોષણ મળે છે.
કઠોળ ફાઇબરથી ભરપૂર હોય છે, જે સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે. ફાઇબર કબજિયાત દૂર કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
ફાઇબર અને પોટેશિયમ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
નિષ્ણાતો કહે છે કે સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ સામાન્ય રીતે દરરોજ લગભગ એક વાટકી દાળનું સેવન કરવું જોઈએ.
February 10, 2026
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો