દેશમાં સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે આશરે 1.8 મિલિયન લોકો સ્ટ્રોકનો ભોગ બને છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો કહે છે કે સમયસર સાવચેતી રાખીને અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આ રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતોના મતે મગજમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો કોઈ કારણોસર અટકાઈ જાય ત્યારે સ્ટ્રોક આવે છે

Published by: gujarati.abplive.com

ડોક્ટરોના મતે, 60 ટકા સ્ટ્રોક દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશર મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

સતત હાઈ બ્લડ પ્રેશર મગજમાં નસોને નબળી પાડે છે, જેનાથી બ્લડ વેસલ્સ ફાટી જવાનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવો અને સમયસર તમારી દવા લો.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ ધરાવતા લોકોને સામાન્ય વ્યક્તિઓની તુલનામાં સ્ટ્રોકનું જોખમ બમણું હોય છે.

Published by: gujarati.abplive.com

તમાકુ અને ધૂમ્રપાન રક્તવાહિનીઓને સાંકડી કરે છે અને લોહી ગંઠાવાનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોનો અંદાજ છે કે ધૂમ્રપાન સ્ટ્રોકનું જોખમ 50 ટકા વધારે છે. વધુ પડતું દારૂનું સેવન મગજમાં હેમરેજનું જોખમ પણ વધારે છે.

Published by: gujarati.abplive.com

લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતા ધમનીઓમાં પ્લેક જમા થઈ શકે છે, જે રક્ત પ્રવાહને રોકે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Published by: gujarati.abplive.com