ઝિંક આપણા શરીર માટે એક આવશ્યક મિનરલ છે જે રોગપ્રતિકારક શક્તિ, ડીએનએ સિન્થેસિસ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરે છે.



જ્યારે શરીરમાં ઝિંકની ઉણપ હોય છે ત્યારે કેટલાક લક્ષણો દેખાવા લાગે છે



ઝિંકની ઉણપને કારણે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે, જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે.



ઝિંકની ઉણપ વાળના મૂળને નબળા પાડે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.



ઝિંક ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેની ઉણપથી ખરજવું, ખીલ અને ઘા રૂઝવામાં વિલંબ જેવી સમસ્યાઓ થઈ શકે છે.



ઝિંકની ઉણપ સ્વાદ અને ગંધ ઓળખવાની ક્ષમતાને અસર કરે છે.



ઝિંક શરીરમાં ઉર્જાનું સ્તર જાળવવામાં મદદ કરે છે. તેની ઉણપને કારણે વ્યક્તિ થાક, નબળાઈ અને સુસ્તી અનુભવી શકે છે.



ઝિંકની ઉણપ પાચનતંત્રને અસર કરે છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો