વર્ષ 2025માં 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થયો છે.



13 જાન્યુઆરીએ 60 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા.



મહાકુંભ દરમિયાન કુલ ત્રણ અમૃત સ્નાન થશે.



જેમાંથી પ્રથમ અમૃતસ્નાન 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે થશે.



મહાકુંભમાં દેશ-દુનિયામાંથી લોકો સ્નાન કરવા આવી રહ્યા છે.



29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના રોજ બીજું અમૃત સ્નાન થશે.



ત્રીજું અમૃત સ્નાન 3જી ફેબ્રુઆરીએ બસંત પંચમીના રોજ કરવામાં આવશે.



પ્રયાગરાજ ફેર ઓથોરિટીએ અખાડાઓના અમૃત સ્નાનની તારીખોનો ઓર્ડર જાહેર કર્યો છે.



સૌ પ્રથમ મહાનિર્વાણી અને અટલ અખાડાના સંત-મહંત મહામંડલેશ્વર અમૃતસ્નાન કરશે.



પરંપરા મુજબ, પહેલા સાત સંન્યાસી સ્નાન કરશે, ત્યારબાદ ત્રણ વૈરાગીઓ અને છેલ્લે ત્રણ ઉદાસી અખાડા કરશે.