ધોની-કોહલી સહિતના રિટેન થયેલા ખેલાડીઓને કેટલા કરોડ રૂપિયા મળ્યા



ચેન્નઇ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. જાડેજાને 16 , ધોનીને 12, મોઇન અલીને 8 અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમા ખરીદ્યા છે



મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માને 16, જસપ્રીત બુમરાહને 12, સૂર્ય કુમાર યાદવ 8 અને કેરોન પોલાર્ડને છ કરોડમાં રિટેન કર્યા છે,



દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને 16, અક્ષર પટેલને 9. પૃથ્વી શોને 7.5 અને એનરિક નોર્તઝેને 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.



પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 12, અર્શદીપ સિંહને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.



કોલકત્તા નાઇટ રાઇડર્સે આન્દ્રે રસેલને 12, વરુણ ચક્રવર્તી 8, વેંકટેશ ઐય્યર 8 અને સુનીલ નારેનને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.



રાજસ્થાન રોયલ્સે સંજૂ સૈમસનને 14 , જોસ બટલરને 10 અને યશસ્વી જયસ્વાલને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.



સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમ્સનને 14, અબ્દુલ સમદને ચાર, ઉમરાન મલિકને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.



રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને 15 કરોડ, ગ્લેન મેક્સવેલનને 11 કરોડ, મોહમ્મદ સિરાજને સાત કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.



લખનઉની ટીમે લોકેશ રાહુલને 17 કરોડ રૂપિયામાં ખરીદી કેપ્ટન બનાવ્યો છે.
તે સિવાય માર્ક સ્ટોઇનિસને 9.2 કરોડ અને રવિ બિશ્નોઇને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.


અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
તે સિવાય રાશિદ ખાનને 15 કરોડ અને ઓપનર શુભમન ગિલને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.