શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડીઝ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી છે જેકલીને વર્ષ 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી લોકો જેકલીનની સુંદરતાના દિવાના હતા. જેકલીન બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. ફિલ્મોમાં રસ હોવાથી જેકલીને જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું. જેકલીન ફિલ્મોમાં આવતા પહેલા પત્રકાર પણ રહી ચૂકી છે. પત્રકારત્વમાં સારું નામ કમાયા બાદ જેક્લિને મોડલિંગમાં પગ મૂક્યો હતો. કહેવાય છે કે તે મોડલિંગના સંબંધમાં જ ભારત આવી હતી. અહીં તેણે અલાદ્દીન ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ દિવસોમાં તેનું નામ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલું છે. જેના કારણે પોલીસે તેની પૂછપરછ પણ કરી હતી હાલમાં પણ તે ઘણી વખત આ બાબતને લઈને ચર્ચામાં આવે છે.