જેસ્મીન ભસીન ટીવીની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે તેણે 'દિલ સે દિલ તક', 'નાગિન', 'દિલ તો હેપ્પી હૈ જી', 'જબ વી મેચ્ડ' જેવી સિરિયલોમાં કામ કર્યું આ સિવાય અભિનેત્રી 'ખતરોં કે ખિલાડી અને 'બિગ બોસ 14' જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી તેણે તાજેતરમાં જ હોટરફ્લાય સાથે વાતચીત કરી હતી જેસ્મીને તેની બિગ બોસની જર્ની વિશે ખુલાસો કર્યો હતો તેને ઓનલાઇન ટ્રોલર્સ તરફથી બળાત્કારની ધમકીઓ મળી ચૂકી છે તેણે કહ્યું હતું કે નફરત એટલી બધી હતી કે તેણે મને ડિપ્રેશનમાં મૂકી દીધી જેસ્મીને કહ્યું કે તે સમયે હું ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. જેસ્મીન ભસીન અલી ગોનીને ડેટ કરી રહી છે All Photo Credit: Instagram