પ્રાચીન કાળથી અગ્નિ પરીક્ષા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અગ્નિના કેટલાક વિશેષ ઉપાય પણ બતાવ્યા છે, જે સુખ-સમૃદ્ધિ તથા સૌભાગ્યનો કારક છે. જો લગ્નમાં બાધા આવતી હોય તો દર ગુરુવારે પીપળાની ડાળી પાણીમાં રાખીને સરસવના દાણાથી તમારી ઉંમરની બરાબર આહુતી આપો. જો તમે ઘણા સમયથી નોકરી શોધતા હો અને પરેશાનીનો સામનો કરવો પડતો હોય તો શનિવારે સાંજે શમીના લાકડું સળગાવી તેમાં કાળા તલથી 21 વખત આહુતિ આપો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અથવા મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો અઠવાડિયામાં એક વખત ગુલરના લાકડાથી અગ્નિ પ્રગટાવો. આ અગ્નિમાં 27 વાર દૂધ, ચોખા અને ખાંડની બનેલી ખીરનો ભોગ લગાવો. આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. જો તમારે ઘરમાં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઘરના વડાએ સવારે આંબાના લાકડાથી અગ્નિ પ્રગટાવવો જોઈએ હવન સામગ્રીમાં સમાન માત્રામાં ગુગલ ધૂપ મિક્સ કરીને 27 વાર અગ્નિ અર્પણ કરવો જોઈએ. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે ખેરના લાકડાથી અગ્નિ પ્રગટાવો અને અગ્નિ સમગરી સાથે ગોળનો ભોગ 27 વાર ચઢાવો Disclaimer: આ માહિતી માન્યતાઓ અને ધારણા પર આધારિત છે. કોઈપણ ધારણા લાગુ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લો.