હંમેશા ઈશાન દિશામાં કેળનું ઝાડ લગાવો. આ સિવાય પૂર્વ અને ઉત્તર દિશામાં પણ કેળાનું ઝાડ લગાવી શકાય છે. કેળના ઝાડને ક્યારેય દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ન લગાવવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કેળના છોડની સાથે તુલસીનો છો વાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના આશીર્વાદ મળે છે. દર ગુરુવારે કેળાના ઝાડ પર હળદર ચઢાવો અને રાત્રે ઘીનો દીવો કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય કેળનું ઝાડ ન લગાવો. કેળના ઝાડની પાસે ક્યારેય કાંટાળો છોડ ન રાખવો, પછી ભલે તે ગુલાબનો છોડ હોય. ઝાડમાં હંમેશા સ્વચ્છ પાણી ઉમેરો. કપડાં, વાસણો વગેરેનું બચેલું પાણી ભૂલીને પણ આ ઝાડમાં ન નાખવું. જ્યોતિષના નિયમો અનુસાર જો કેળાનું ઝાડ વાવવામાં આવે તો પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની સાથે ખુશીઓ આવે છે. કેળનું ઝાડ લગાવવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને ધન સંકટ દૂર થાય છે.