સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2'એ દર્શકોમાં ધૂમ મચાવી છે. 'રોકી ભાઈ'નો સ્વેગ ફેન્સના માથે ચઢી ગયો છે ચાહકો યશની સ્ટાઈલ અને તેના અંદાજની નકલ કરતા જોવા મળે છે. આ ક્રેઝ માત્ર ફિલ્મ પુરતો સીમિત નથી પરંતુ યશના ફેન્સ તેની પૂજા કરતા જોવા મળે છે. યશે ખાસ અંદાજમાં ચાહકોનો આભાર માન્યો, કહ્યું- 'તમારું દિલ મારું ઘર છે' આ ફિલ્મ દર્શકોના દિલ અને દિમાગમાં પોતાની છાપ છોડી રહી છે. 2018માં રીલિઝ થયેલ KGF ચેપ્ટર 1 એ જોરદાર ધમાકો કર્યો, ત્યારબાદ હવે સિક્વલ પણ ધમાલ મચાવી યશને 'KGF ચેપ્ટર 2' માટે 25 કરોડ રૂપિયાની ફી મળી છે. પરંતુ આ ફી કરતા પણ વધુ તેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે.