આજે કિયારા તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે, કિયારાનો જન્મ 31 જુલાઈ, 1992ના રોજ મુંબઈમાં થયો હતો.

કિયારાના પિતા જગદીપ અડવાણી મોટા બિઝનેસમેન છે.

તેની માતા જીનીવીવ જાફરી એક શિક્ષિકા છે.

ફિલ્મોમાં આવતા પહેલા કિયારાનું નામ આલિયા અડવાણી હતું, તેણે ડેબ્યૂ સાથે જ પોતાનું નામ બદલી નાખ્યું

કિયારા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે, પરંતુ સલમાન ખાનના કહેવા પર તેણે પોતાનું નામ બદલીને કિયારા રાખ્યું હતું

કિયારાએ 2014માં ફિલ્મ 'ફગલી'થી ડેબ્યૂ કર્યું હતું. કિયારાને વર્ષ 2016માં આવેલી ફિલ્મ 'એમએસ ધોની..'થી બોલિવૂડમાં ઓળખ મળી હતી.

2018 માં કિયારા તેલુગુ ફિલ્મ ભારત આને નેનુમાં મહેશ બાબુ સાથે જોવા મળી હતી.

વર્ષ 2019 માં તે ફરીથી તેલુગુ ફિલ્મ વિનય વિધેયા રામમાં જોવા મળી હતી

કિયારા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. જો કે બંનેએ હજી સુધી મીડિયાની સામે આ સંબંધનો સ્વીકાર કર્યો નથી.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ