અભિનેત્રી કિયારા અડવાણી એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરવા જઈ રહી છે. કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 6 ફેબ્રુઆરીએ જેસલમેર પેલેસમાં લગ્ન કરશે. લગ્નનું ફંક્શન 3 દિવસ ચાલશે અને તેના માટે તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કિયારાના અફેર્સની વાત કરીએ તો સિદ્ધાર્થ પહેલા ઘણા કલાકારો સાથે તેનું જોડાઈ ચુક્યું છે. મોહિત મારવાહ - ફિલ્મ ફગલીના સેટ પર અભિનેતા મોહિત મારવાહને મળી હતી ને અફેર શરૂ થયુ હતું. શૂટિંગના સમય પહેલા આવીને તેઓ સેટ પર કલાકો સુધી વાતો કરતા અને એકબીજા સાથે સમય વિતાવતા. ફિલ્મ ફ્લોપ થતા બંને અલગ થઈ ગયા. મોહિત રીના કપૂરનો પુત્ર છે, જે બોની કપૂરની બહેન છે. મુસ્તફા બર્માવાલા - કિઆરા ફિલ્મ નિર્દેશકો અબ્બાસ-મસ્તાનના પુત્ર મુસ્તફા બર્માવાલાને ડેટ કરી ચુકી છે. વરુણ ધવન-વરુણ ધવન અને કિયારા અડવાણીના અફેરે ભારે ચર્ચા જગાવી હતી.