દીપિકા પાદુકોણ 5 જાન્યુઆરીએ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. 15 વર્ષની એક્ટિંગ કરિયરમાં દીપિકાએ અનેક હિટ ફિલ્મો આપી છે.

પહેલી જ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી જ લોકોના દિલ જીતી લેનાર દીપિકા પોતાની શાનદાર એક્ટિંગની સાથે પોતાની સુંદરતા અને ડ્રેસિંગથી પણ ચાહકોના દિલ જીતી લે છે.

અભિનેત્રીની પ્રોફેશનલ લાઈફ ચર્ચામાં રહે છે. આ સાથે જ તેની પર્સનલ લાઈફ પણ લાઈમલાઈટમાં રહી હતી.

દીપિકાએ રણવીર સિંહને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે અને તે સુખી લગ્ન જીવન જીવી રહી છે. આ પહેલા ઘણા લોકો સાથે તેનું નામ જોડાયું હતું.

દીપિકા એક્ટિંગ સ્કૂલ દરમિયાન નિહાર પંડ્યાની ગર્લફ્રેન્ડ હતી. કહેવાય છે કે નિહાર દીપિકાનો પ્રારંભિક બોયફ્રેન્ડ હતો.

દીપિકાનું ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે પણ જોડાયું હતું. બંને ઘણી ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.

કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, દીપિકા ઘણીવાર સિદ્ધાર્થ સાથે સમય પસાર કરતી જોવા મળતી હતી

રણવીર સિંહ પહેલા, દીપિકાના જીવનમાં રણબીર કપૂર એકમાત્ર એવો વ્યક્તિ હતો જે તેના માટે સૌથી વધુ મહત્વનો હતો.

રણબીર અને દીપિકા વચ્ચે પણ અણબનાવ થયો અને આ સંબંધ તૂટી ગયો. તેમનો સંબંધ લગભગ છ વર્ષ સુધી ચાલ્યો.

અભિનેત્રી ઘણીવાર યુવરાજ સિંહની મેચ જોવા સ્ટેડિયમ પહોંચતી હતી, પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધોનો ખુલાસો કર્યો ન હતો.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ