ગંગા નદીને ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવ છે વેદ-પુરાણોમાં ગંગાના મહિમાનું વર્ણન મળે છે હિન્દુ ધર્મમાં તેની ખાસ માન્યતા છે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે તેનું જળ ક્યારેય અપવિત્ર થતું નથી શું તેની પવિત્રતાનું કોઈ વૈજ્ઞાનિક વિવરણ છે ? વૈજ્ઞાનિક શોધમાં ગંગામાં બેક્ટેરિયા મારવાની ક્ષમતા જોવા મળી હતી તેમાં બેકટેરિયાને મારતાં બેક્ટીરિયોફાઝ વાયરસ હોય છે આ જીવાણુ હાનિકારક સૂક્ષ્મ જીવો નષ્ટ કરી દે છે તેના કારણે ગંગાનું જળ સૌથી પવિત્ર માનવામાં આવે છે