બોલિવૂડની ખુબસુરત એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની સ્ટાઇલ અને ફિટનેસ માટે જાણી છે ફિટનેસની વાત આવે ત્યારે એક્ટ્રેસ ડાયટની સાથે વર્કઆઉટનું પણ પૂરું ધ્યાન રાખે છે પોતાના પરફેક્ટ ફિગર માટે કૃતિ હાર્ડકોર એક્સરસાઇઝ અને સખત ડાયટ પ્લાન ફોલો કરે છે અઠવાડિયામાં 4-5 વખત વેઇટ ટ્રેનિંગ અને કિક બોક્સિંગ કરવાનું પસંદ કરે છે વજન ઘટાડવાની કોશિશ કરવાના બદલે તે હંમેશા મસલ્સ બનાવવાની કોશિશ કરે છે કૃતિ સ્ટ્રિક ડાયટ ફોલો કરે છે કૃતિ દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીમાં મધ ભેળવીને પીવા સાથે કરે છે નાસ્તામાં એક્ટ્રેસ બે ઈંડા, બ્રાઉન બ્રેડ અને એક ગ્લાસ જ્યૂસ કે પ્રોટિન શેક લે છે લંચમાં તે બ્રાઉન રાઇસની સાથે બે રોટલી અને કોઈપણ શાક કે મચ્છી લેવાનું પસંદ કરે છે કૃતિ પોતાના જમવામાં સલાડને સામેલ કરવાનું ક્યારેય ભૂલતી નથી. તે મસાલાદાર અને તળેલા ખોરાકથી દૂર રહે છે કૃતિ તમામ ટોક્સિન્સને પોતાની બોડીમાંથી બહાર કાઢવા દિવસમાં બે વખત ગ્રીન ટી પીવે છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)