તો ચાલો જાણીએ કે જમતા પહેલા સ્નાન કરવાથી શું ફાયદા થાય છે અને જમ્યા પછી તરત જ નહાવાના શું ગેરફાયદા છે.



પાચનક્રિયાને સક્રિય કરે છે: આયુર્વેદ અનુસાર, ભોજન કરતા પહેલા સ્નાન કરવાથી આપણું પાચનતંત્ર સક્રિય થાય છે. તેનાથી ખોરાક પચાવવામાં સરળતા રહે છે અને પાચનક્રિયા સુધરે છે.



શરીરને શુદ્ધ કરે છે: જમતા પહેલાં સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે. જેના કારણે રોગોથી બચી શકાય છે અને શરીર સ્વસ્થ રહે છે.



પેટ સાફ રહે છે: નિયમિત રીતે ભોજન કરતા પહેલા સ્નાન કરવાથી પેટ સાફ રહે છે અને આંતરડાની મૂવમેન્ટ યોગ્ય રીતે થાય છે. જેનાથી કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.



ઉર્જાવાન અનુભવ: સ્નાન કરવાથી શરીર તાજગી અને સ્ફૂર્તિ અનુભવે છે. ભોજન પહેલાં સ્નાન કરવાથી તમે અંદરથી ઉર્જાવાન અને તાજગીસભર અનુભવો છો, જે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે.



માનસિક સ્વાસ્થ્યમાં સુધારો: જમતા પહેલા સ્નાન કરવાથી માત્ર શારીરિક તાજગી જ નહીં, પરંતુ માનસિક સક્રિયતા પણ વધે છે. તેનાથી તમે માનસિક રીતે શાંત અને સ્વસ્થ અનુભવો છો અને દિવસભરના કામોને વધુ સારી રીતે કરી શકો છો.



ભોજનનો યોગ્ય આનંદ: જમતા પહેલા નહાવાથી તમે ભોજનનો સ્વાદ અને સુગંધ વધુ સારી રીતે માણી શકો છો, કારણ કે તે તમારી ઇન્દ્રિયોને શાંત અને સતેજ કરે છે.



જમ્યા પછી તરત જ સ્નાન કરવું આયુર્વેદમાં યોગ્ય માનવામાં આવતું નથી. તેના કેટલાક ગેરફાયદા પણ છે.



પાચનક્રિયા પર અસર: ભોજન કર્યા પછી તરત જ સ્નાન કરવાથી શરીરનું તાપમાન એકાએક ઘટી જાય છે, જેના કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે અથવા યોગ્ય રીતે થતી નથી. આનાથી અપચો અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.



શરીરમાં અસંતુલન: જમ્યા પછી તરત જ નહાવાથી શરીરને તાપમાન જાળવવામાં મુશ્કેલી પડે છે, જેનાથી શરીરમાં અસંતુલન સર્જાય છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.