વજન ઘટાડવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં લોકો ઘણી ગંભીર ભૂલો કરી બેસે છે, જે ફાયદાને બદલે નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

ભૂલ 1 (ભોજન છોડવું): લોકોમાં સૌથી મોટી માન્યતા એ છે કે ઓછું ખાવાથી કે ભોજન છોડી દેવાથી વજન ઝડપથી ઘટશે.

Published by: gujarati.abplive.com

પરિણામ: હકીકતમાં, આનાથી શરીરનું ચયાપચય (મેટાબોલિઝમ) ધીમું પડે છે, જેના કારણે વજન ઘટવાને બદલે વધી પણ શકે છે.

Published by: gujarati.abplive.com

ભૂલ 2 (ફેટ-કાર્બ્સ ટાળવા): આહારમાંથી ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને સંપૂર્ણપણે બંધ કરી દેવાથી શરીરમાં ઉર્જાની ઉણપ સર્જાય છે.

Published by: gujarati.abplive.com

પરિણામ: આના કારણે, વજન ઘટવાને બદલે વ્યક્તિને સતત થાક અને નબળાઈનો અનુભવ થાય છે.

Published by: gujarati.abplive.com

ભૂલ 3 (માત્ર લિક્વિડ ડાયટ): આજકાલ, લોકો વજન ઘટાડવા માટે માત્ર સ્મૂધી, જ્યુસ કે ડાયટ ડ્રિંક્સ પર જ આધાર રાખે છે, જે ઉલટાનું વજન વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

ભૂલ 4 (અપૂરતી ઊંઘ): પૂરતી ઊંઘ ન લેવાથી હોર્મોન્સનું સંતુલન બગડે છે. આનાથી ભૂખ વધારે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં અવરોધ આવે છે.

Published by: gujarati.abplive.com

ભૂલ 5 (વધુ પડતી કસરત): વધુ પડતી તીવ્ર કસરત પરસેવો તો લાવે છે, પરંતુ તે શરીરને થકવી દે છે અને ઈજા થવાનું જોખમ પણ વધારે છે.

Published by: gujarati.abplive.com

ભૂલ 6 (ધીરજનો અભાવ): લોકો ઝડપી પરિણામની આશામાં શરીર પર દબાણ લાવે છે અને જો પરિણામ ન મળે, તો થોડા અઠવાડિયામાં જ હાર માની લે છે.

Published by: gujarati.abplive.com

સાચી રીત: આ બધી ભૂલો શરીરને નુકસાન પહોંચાડે છે. વજન ઘટાડવા માટે ધીરજ અને સંતુલિત જીવનશૈલી અપનાવવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

Published by: gujarati.abplive.com