સારી ઊંઘનો અભાવ માત્ર થાક જ નહીં, પરંતુ અપચો અને અન્ય શારીરિક સમસ્યાઓનું કારણ પણ બને છે.



માનસિક કારણો: વધુ પડતો તણાવ, ઓવરથિંકિંગ (વધુ વિચારવું) અને ડિપ્રેશન જેવા માનસિક કારણો ઊંઘમાં મુખ્ય અવરોધ છે.



જીવનશૈલી: શારીરિક પ્રવૃત્તિનો અભાવ (કસરત ન કરવી) અને અનિયમિત દિનચર્યા પણ અનિદ્રા માટે જવાબદાર છે.



સ્ક્રીન ટાઈમ: રાત્રે સૂતા પહેલાં મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ મગજને સક્રિય રાખે છે, જેનાથી ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે.



તેમાંથી નીકળતી વાદળી રોશની (Blue Light) ઊંઘ લાવનારા હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનને અવરોધે છે.



આહાર: રાત્રિના સમયે વધુ પડતું કેફીન (ચા, કોફી) નું સેવન ઊંઘને ભગાડી શકે છે.



રાત્રે સૂતા પહેલાં વધુ પડતું ભારે અથવા હાઈ-ફાઇબરવાળું ભોજન ખાવાથી પણ પાચનતંત્ર પર ભાર પડે છે અને ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.



તહેવારોના દિવસોમાં બદલાયેલું સમયપત્રક અને ખાણીપીણી પણ ઊંઘના ચક્રને બગાડી શકે છે.



સારી ઊંઘ માટે, સૂવાના એક કલાક પહેલાં તમામ ગેજેટ્સથી દૂર રહો.



નિયમિત કસરત, સંતુલિત આહાર અને તણાવમુક્ત મન ગાઢ નિંદર માટે અત્યંત જરૂરી છે.