ચા પીવાના શોખીનો સાવધાન! તમારી મનપસંદ કેટલીક વસ્તુઓ ચા સાથે ખાવાથી 'ઝેર' જેવું કામ કરી શકે છે.



ચા અને ભજીયા: ગરમાગરમ ચા સાથે તળેલી વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.



તળેલો ખોરાક પચવામાં ભારે હોય છે અને ચા સાથે તે પાચનક્રિયાને વધુ મુશ્કેલ બનાવે છે.



ચા અને નમકીન: આ ખૂબ જ સામાન્ય કોમ્બિનેશન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેને ટાળવું જોઈએ.



ચા અને ઈંડા/આમલેટ: આ મિશ્રણ ખૂબ ભારે થઈ જાય છે, જેને પચાવવું શરીર માટે મુશ્કેલ બને છે.



જેમને પેટની સમસ્યાઓ રહેતી હોય, તેમણે ઈંડા અને ચાના કોમ્બિનેશનથી બિલકુલ દૂર રહેવું.



ચા અને ડેરી પ્રોડક્ટ્સ: દૂધવાળી ચા સાથે પનીર કે દહીં જેવી વસ્તુઓ ખાવાથી ચાના પોષકતત્વોની અસર ઓછી થાય છે.



જોકે, આ ડેરી પ્રોડક્ટ્સનું સેવન બ્લેક ટી (કાળી ચા) સાથે કરી શકાય છે.



આ ખોટા સંયોજનો લાંબા ગાળે પાચન સંબંધિત સમસ્યાઓ અને અન્ય બીમારીઓનું કારણ બની શકે છે.



આમ, ચાનો આનંદ માણવા માટે, તેની સાથે ખોટા ફૂડ કોમ્બિનેશનને ટાળવું જ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.