ઘી ખાવામાં જેટલું લાભદાયક હોય છે, એટલું જ તે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે.



રોજ સૂતા પહેલાં હોઠ પર ઘીથી મસાજ કરો. સાથે જ, સવારે સાદા પાણીથી તેને ધોઈ લો.



આમ કરવાથી હોઠ મુલાયમ અને કોમળ બને છે.



ઘીમાં ત્વચાને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરવાના ગુણો હોય છે.



તેને લગાવવાથી હોઠની ડ્રાયનેસ દૂર થાય છે. જેનાથી હોઠ ફાટવાની તકલીફ દૂર થાય છે.



હોઠને કુદરતી પિંક કલર આપવા માટે સૂવા પહેલાં તેમાં હળવા હાથે ઘીથી માલિશ કરો.



તમારા ચહેરાની ત્વચાની જેમ જ હોઠ પર પણ મૃત ત્વચા જમા થઈ જાય છે. તેને સાફ કરવા માટે તમે ઘીની મદદ લઈ શકો છો.



હોઠની કાળાશ કુદરતી રીતે દૂર કરવા માટે તમે ઘીની મસાજ કરી શકો છો. આનાથી સ્કિન ટોન સુધરે છે.



સૌ પ્રથમ 2 થી 3 ટીપાં ઘી લો. તેને આંગળીઓની મદદથી હોઠ પર લગાવો.



હવે હોઠની હળવા હાથે ત્યાં સુધી મસાજ કરો, જ્યાં સુધી ઘી હોઠમાં સંપૂર્ણપણે શોષાઈ ન જાય.