ચોમાસામાં ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.



તે પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે.



ખજૂરમાં રહેલું ફાઇબર પાચન સુધારે છે અને પેટ માટે ઉત્તમ છે.



તે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.



ખજૂરમાં રહેલા કાર્બોહાઇડ્રેટ સ્નાયુઓના વિકાસમાં મદદરૂપ થાય છે.



અનિદ્રાની સમસ્યા માટે દૂધ સાથે ખજૂર ખાવાથી સારી અને ઊંડી નિંદ્રા આવે છે.



ખજૂર શરીરની નબળાઈ દૂર કરી ઊર્જા પ્રદાન કરે છે.



વરસાદની ઋતુમાં શરદી-ખાંસીના ચેપ સામે લડવામાં મદદરૂપ છે.



તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ફાળો આપે છે.



જો કોઈ ગંભીર બીમારી હોય, તો સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.