વધુ પડતી તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી લીવરને નુકસાન થાય છે.



તેથી આપણે સમયાંતરે લિવર સાફ કરતા રહેવું જોઈએ.



અહીં અમે તમને આવા જ એક ડિટોક્સ ડ્રિંક રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ



જે લિવરની ગંદકી તો દૂર કરશે જ પરંતુ શરીરમાં જમા થયેલી ચરબી પણ ઓગાળી દેશે



ડિટોક્સ ડ્રિંક બનાવવા માટેની સામગ્રીની જાણકારી અહી આપવામાં આવી છે



1 લિટર મિનરલ વોટર, 1 લીલું સફરજન, ચિયા બીજ (1-2 ચમચી) ફુદીનાના પાન, તુલસીના પાન પણ તેમાં નાખો



સૌ પ્રથમ એક જગમાં 1 લિટર ફિલ્ટર કરેલું પાણી લો. તેમાં મુઠ્ઠીભર તુલસી અને ફુદીનાના પાન ઉમેરો.



એક લીલા સફરજનના નાના ટુકડા કરીને તેને પાણીમાં નાખો. હવે તેમાં 1-2 ચમચી ચિયા સીડ્સ નાખો.



બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને ઓછામાં ઓછા એક કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.



તમે એક કલાક પછી આ ડિટોક્સ ડ્રિંકનું સેવન કરી શકો છો.



આ ડિટોક્સ પીણું રોજ પીવાથી તમારી પાચનક્રિયા સારી રહે છે. તે કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે



તમારી ત્વચા અને વાળને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય તે કિડનીને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ મદદરૂપ છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો