છાશ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, જેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ જેવા પોષકતત્વો હોય છે.



ઉનાળામાં છાશનું સેવન પાચન સુધારે છે અને પેટને ઠંડુ રાખે છે.



છાશ પીવાનો શ્રેષ્ઠ સમય બપોરના ભોજન (લંચ) પછીનો છે.



જમ્યા પછી છાશ લેવાથી સારા બેક્ટેરિયા અને લેક્ટિક એસિડને કારણે પાચન સુધરે છે.



તે મેટાબોલિઝમ સુધારવામાં પણ મદદરૂપ છે.



હેલ્થ એક્સપર્ટ્સ ભોજનના 15 મિનિટ પછી છાશ પીવાની ભલામણ કરે છે.



અપચો કે પેટ ફૂલવા જેવી સમસ્યા હોય તેમણે સવારના નાસ્તામાં છાશ પીવી જોઈએ.



દિવસમાં એકથી બે ગ્લાસ છાશનું સેવન પૂરતું છે.



રાત્રે જમ્યા પછી છાશનું સેવન ટાળવું જોઈએ.



આ માહિતી સામાન્ય છે; વિશેષ સલાહ માટે ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.