આજની ભાગદોડભરી જિંદગીમાં રાત્રે ઊંઘ ન આવવી કે વારંવાર ઊંઘ તૂટી જવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.



ન્યુટ્રિશનિસ્ટના મતે, સારી ઊંઘ માટે સૂતા પહેલાંની બે સરળ આદતો અપનાવવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.



ઉપાય 1: પૌષ્ટિક પીણું: રાત્રે સૂતા પહેલાં, એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર અને 2 દાણા કાળા મરી નાખીને પીવો.



જો તમે દૂધ ન પીતા હો, તો 4-5 પલાળેલી બદામ ખાવી પણ એટલી જ ફાયદાકારક છે.



કેવી રીતે કામ કરે છે?: દૂધ અને બદામમાં રહેલું મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફાન ઊંઘ લાવનારા હોર્મોન 'મેલાટોનિન'ને સક્રિય કરે છે.



ઉપાય 2: વાતાવરણમાં ફેરફાર: રાત્રે 8 વાગ્યા પછી ઘરની તેજ લાઈટોને બંધ કરીને ડીમ લાઈટ (હળવો પ્રકાશ) કરી દો.



કેવી રીતે કામ કરે છે?: હળવો પ્રકાશ મગજને સંકેત આપે છે કે હવે આરામ કરવાનો સમય છે, જેનાથી કુદરતી રીતે ઊંઘ આવવામાં મદદ મળે છે.



આ બે સરળ આદતો મગજ અને શરીર બંનેને શાંત પાડીને ગાઢ અને ઊંડી ઊંઘ લાવવામાં મદદ કરે છે.



સારી ઊંઘ લેવાથી બીજો દિવસ તાજગીભર્યો રહે છે, પાચન સુધરે છે અને કામ કરવા માટે પૂરતી ઉર્જા મળે છે.



જો તમે પણ અનિદ્રાથી પરેશાન હો, તો આ સરળ 'દેશી જુગાડ' અપનાવીને જોરદાર પરિણામ મેળવી શકો છો.