તાંબાની બોટલમાં સંગ્રહિત પાણી પીવાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ જ કારણ છે કે લોકો આજકાલ તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવી રહ્યા છે. ઘણા લોકો દિવસભર તાંબાની બોટલમાંથી પાણી પીવે છે.
એવું માનવામાં આવે છે કે તે પાચનમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
May 18, 2026
લાંબા સમય સુધી પાણી સંગ્રહિત કરવાથી, બોટલને યોગ્ય રીતે સાફ ન કરવાથી, અથવા વધુ પડતી માત્રામાં તાંબાનું પાણી પીવાથી શરીરમાં તાંબાનું પ્રમાણ વધી શકે છે. જેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
Published by: gujarati.abplive.com
નિષ્ણાંતોના મતે કેટલાક લોકો તાંબાની બોટલમાં સંગ્રહિત પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પછી તેને પીવે છે. આ એક મોટી ભૂલ છે.
વાસ્તવમાં આમ કરવાથી લીંબુમાં રહેલ એસિડ તાંબા સાથે રિએક્ટ કરે છે જેનાથી ઉલટી થઈ શકે છે.