કાકડી ઉનાળા માટે એક ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક છે, જે શરીરમાં પાણીની કમી દૂર કરે છે.



ઘણા લોકો ઉનાળામાં કાકડી ખાતા પહેલા તેની છાલ કાઢી નાખે છે, જે એક મોટી ભૂલ હોઈ શકે છે.



આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળામાં કાકડીને છાલ્યા વગર ખાવાથી વધુ ફાયદો થાય છે.



કાકડીની છાલમાં ઘણા જરૂરી પોષક તત્વો રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.



છોલ્યા વગરની કાકડી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



કાકડીની છાલમાં વિટામિન એ (બીટા કેરોટીન) અને વિટામિન કે જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.



વિટામિન એ આંખોની રોશની સુધારવામાં મદદરૂપ થાય છે, જે ઉનાળામાં આંખો માટે ખાસ જરૂરી છે.



કાકડી અને તેની છાલમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.



તેથી, ઉનાળામાં કાકડીને સારી રીતે ધોઈને છાલ સાથે ખાવી જોઈએ, જેથી તેના તમામ પોષક તત્વો મળી શકે.



જો કે, કોઈપણ ચોક્કસ માહિતી માટે નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.