આજના વ્યસ્ત જીવનમાં બ્રેડ ભલે એક સરળ નાસ્તો હોય, પરંતુ તેનો દૈનિક ઉપયોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.



નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના સંશોધન મુજબ, બ્રેડનું વધુ પડતું સેવન ગંભીર બીમારીઓ નોતરી શકે છે.



બ્રેડમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવાથી બ્લડ સુગર ઝડપથી વધે છે, જે ડાયાબિટીસનું જોખમ વધારે છે.



ફાઇબર અને વિટામિન Eના અભાવને કારણે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે, જે હૃદય રોગનું કારણ બની શકે છે.



ગ્લુટેન અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ કબજિયાત, પેટમાં દુખાવો અને ઝાડા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ સર્જી શકે છે.



કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સની વધુ માત્રાને કારણે વધુ પડતી બ્રેડ ખાવાથી વજન ઝડપથી વધી શકે છે.



દૈનિક બ્રેડનું સેવન લીવર અને કિડની પર પણ ખરાબ અસર કરી શકે છે.



બ્રેડમાં વપરાતા પ્રિઝર્વેટિવ્સ અને રસાયણો શરીરના પાચનતંત્રને નબળું પાડે છે.



રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ગ્લુટેન ડિપ્રેશન, તણાવ અને એકાગ્રતાના અભાવ જેવી માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે.



સતત બ્રેડ ખાવાથી શરીરમાં બળતરા થઈ શકે છે, જે મગજની કાર્યક્ષમતાને નકારાત્મક અસર કરે છે.



રોજ બ્રેડ ખાવાથી પેટમાં યીસ્ટનું પ્રમાણ વધી શકે છે, જે કાર્બોહાઇડ્રેટ્સના આથવણથી આલ્કોહોલ (ઇથેનોલ) ઉત્પન્ન કરી દારૂ પીધા વિના નશા જેવી સ્થિતિ સર્જે છે.



બ્રેડને રોજિંદા આહારનો ભાગ ન બનાવો. તેના બદલે, આખા ઘઉંની રોટલી, દલીયા, ઉપમા, પોહા, તાજા ફળો, ફણગાવેલા અનાજ અને કઠોળ જેવો પૌષ્ટિક આહાર પસંદ કરો.