શું પાણી પીવાથી ખરેખર વજન ઘટાડી શકાય છે? આ એક સામાન્ય પ્રશ્ન છે, અને ચાલો આજે તેના વિશે જાણીએ.



પાણી પીવાના ઘણા ફાયદાઓ છે અને વજન ઘટાડવું તેમાંથી એક હોઈ શકે છે.



પાણી કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે અને ભૂખ પણ ઓછી લાગે છે, જેના કારણે વજન ઓછું થવાની સંભાવના રહે છે.



જો કે, સંશોધનમાં આ વિધાનને સમર્થન આપતા કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.



કેટલાક લોકો માને છે કે હુંફાળું અથવા ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં વધુ મદદ મળે છે



જ્યારે ફ્રીઝનું ઠંડું પાણી પીવાનો કોઈ ખાસ ફાયદો નથી.



પરંતુ એ વાત ચોક્કસ છે કે પૂરતું પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.



તેથી, વજન ઓછું થાય કે ન થાય, પૂરતું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.