આપણે મોટાભાગે અખરોટને પલાળીને તેનું પાણી ફેંકી દઈએ છીએ, પરંતુ આ પાણી પણ ખૂબ પૌષ્ટિક હોય છે.



ડાયટિશિયનના મતે, જ્યારે અખરોટને પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તેના કેટલાક પોષક તત્વો પાણીમાં ભળી જાય છે.



આથી, પલાળેલા અખરોટ ખાધા પછી તે પાણીને ફેંકવાને બદલે પી લેવું જોઈએ.



આ પાણી પીવાથી શરીરને વધારાના વિટામિન્સ અને મિનરલ્સ મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.



કેવી રીતે ઉપયોગ કરવો?: અખરોટને પલાળતા પહેલાં તેને 2-3 વાર સાદા પાણીથી બરાબર ધોઈ લો.



પછી તેને આખી રાત પીવાના સ્વચ્છ પાણીમાં પલાળી રાખો.



સવારે ખાલી પેટે પહેલા પલાળેલા અખરોટ ખાઓ અને પછી ઉપરથી તે પાણી પી લો.



પલાળેલા અખરોટ અને તેનું પાણી નિયમિત પીવાથી મગજ તેજ બને છે અને યાદશક્તિ વધે છે.



તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.



આમ, આ નાનકડી આદત અપનાવીને તમે અખરોટના પોષણનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો.