પરસેવો આવવો એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ અમુક લોકોને સામાન્ય કરતાં વધુ પરસેવો આવે છે.



વધારે પડતો પરસેવો આવવો હાઈપરહિડ્રોસિસ નામની તબીબી સ્થિતિ હોઈ શકે છે.



હાઈપરથાઈરોઈડિઝમમાં થાઈરોઈડ ગ્રંથિ વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જેના કારણે વધુ પરસેવો આવી શકે છે.



ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણીવાર વધુ પડતા પરસેવાની સમસ્યા રહે છે.



ગભરાટ, ઉત્તેજના અને તણાવ જેવા કારણોથી સ્ટ્રેસ હોર્મોન્સ સક્રિય થવાથી પણ વધુ પરસેવો આવી શકે છે.



આપણા મગજનો હાયપોથેલેમસ ભાગ પરસેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.



તે શરીરને ઠંડુ રાખવા માટે પરસેવાની ગ્રંથિઓને પરસેવો ઉત્પન્ન કરવાનો સંદેશ આપે છે.



સામાન્ય કરતાં વધુ પરસેવો આવવો અમુક રોગોનું લક્ષણ પણ હોઈ શકે છે.



જો તમને વધારે પડતો પરસેવો આવતો હોય તો તમારે ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.



આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ તબીબી સલાહ માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.