આજકાલ નાની ઉંમરે વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ પાછળ આપણી જીવનશૈલી અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પણ જવાબદાર છે.



હાર્વર્ડ સહિત અનેક વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે વધુ પડતો ગુસ્સો અને તણાવ સીધા હૃદય પર હુમલાનું જોખમ વધારે છે.



શું થાય છે શરીરમાં?: જ્યારે વ્યક્તિ ગુસ્સો કરે છે, ત્યારે શરીરમાં એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે.



આ હોર્મોન્સ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને ઝડપથી વધારે છે, અને લોહી ગંઠાઈ જવાની શક્યતા પણ વધી જાય છે.



આ સ્થિતિમાં હૃદય સુધી પહોંચતું લોહી ઘટી શકે છે (ઈસ્કેમિયા), જે હાર્ટ એટેકને નોતરે છે.



એક અભ્યાસ મુજબ, જે લોકોને તીવ્ર ગુસ્સો આવ્યો હતો, તેમનામાં આગામી બે કલાકમાં હાર્ટ એટેકનું જોખમ 8.5 ગણું વધારે જોવા મળ્યું હતું.



જે લોકોને પહેલાથી જ હાઈ બીપી, ડાયાબિટીસ કે હૃદયની કોઈ બીમારી હોય, તેમના માટે ગુસ્સો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.



નિષ્ણાતોના મતે, તણાવને કારણે થતી હૃદયની સમસ્યાઓ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.



ગુસ્સા પર નિયંત્રણ મેળવવું એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.



સ્વસ્થ હૃદય માટે ગુસ્સા પર કાબૂ મેળવવાની સાથે સાથે નિયમિત કસરત, સંતુલિત આહાર, યોગ અને ધ્યાન જેવી આદતો અપનાવવી જોઈએ.