દુનિયાભરમાં ઘણા લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.



કોફીમાં કેફીન હોય છે, જે થાક ઘટાડવામાં ઉર્જા પ્રદાન કરવામાં અને એક્ટિવ રહેવામાં મદદ કરે છે.



ઘણા લોકોને કોફી પીવાનો એટલો શોખ હોય છે કે તેઓ દિવસમાં ત્રણથી ચાર વખત પીવે છે



ઉનાળાની ઋતુમાં દિવસમાં કેટલી કોફી પીવી જોઈએ.



નિષ્ણાંતોના મતે ઉનાળામાં કોફીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ કારણ કે તેમાં કેફીન હોય છે જે શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે



આ ઋતુમાં વધુ પડતી કોફી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન, એસિડિટી અને અનિદ્રા થઈ શકે છે.



નિષ્ણાંતોના મતે ગરમીમાં દિવસમાં એક કે બે કપ કોફી પીવી પૂરતી છે



બ્લેક કોફીમાં રહેલું કેફીન વધુ મજબૂત હોય છે, જે વધુ પડતો પરસેવો અને ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે



જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, એસિડિટી, ડિહાઇડ્રેશન, અનિદ્રા અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેમણે કોફી પીવાનું ટાળવું જોઈએ



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો