બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક ઉંમરના લોકોએ કસરત અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.

વિજ્ઞાને દરેક ઉંમરના લોકો માટે એક ચોક્કસ સમય મર્યાદા સ્થાપિત કરી છે, જેનાથી વધુ પ્રવૃત્તિ શરીર માટે હાનિકારક હોઈ શકે છે.

વિવિધ ઉંમરના લોકો માટે કેટલી કસરત પૂરતી છે. ચાલો શારીરિક પ્રવૃત્તિ માટે WHOની ગાઈડલાઈન શું કહી રહી છે

5-17 વર્ષની ઉંમરના બાળકોએ ઓછામાં ઓછી 60 મિનિટ કસરત કરવી જોઈએ.

તેમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એરોબિક પ્રવૃત્તિઓ અને સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવતી કસરતોનો સમાવેશ થવો જોઈએ.

પુખ્ત વયના લોકો અને તેથી વધુ ઉંમરના લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 થી 300 મિનિટ મધ્યમ અથવા 75 થી 150 મિનિટ એરોબિક કસરત કરવી જોઈએ.

સ્નાયુઓને મજબૂત બનાવવા માટે અઠવાડિયામાં બે વાર વેઇટ ટ્રેનિંગ કરવી જોઈએ.

65 થી વધુ ઉંમરના લોકોને ઓછામાં ઓછી 150 થી 300 મિનિટ હળવી કસરત કરવાની પણ ભલામણ કરવામાં આવે છે.

ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને દર અઠવાડિયે 150 મિનિટ એરોબિક પ્રવૃત્તિ કરવાની ભલામણ કરવામાં આવે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો