ઘરે કુંડામાં ઉગાડો ઓર્ગેનિક આદુ-હળદર: જાણી લો સરળ રીત!

Published by: gujarati.abplive.com
Image Source: pexels

આજકાલ ઘેર ઓર્ગેનિક ખેતીનો ચલણ ઝડપથી વધી રહ્યો છે

Image Source: pexels

ખાસ કરીને આદુ અને હળદર જેવા મસાલાઓને કુંડામાં સરળતાથી ઉગાડી શકાય છે

Image Source: pexels

ચાલો જાણીએ કુંડામાં આદુ અને હળદર ઉગાડવાની સરળ રીત

Image Source: pexels

આદુ અને હળદર ઉગાડવા માટે પહોળા અને ઊંડા કુંડાની પસંદગી કરો કુંડાની ઊંડાઈ 12થી 15 ઇંચ શ્રેષ્ઠ રહેશે

Image Source: pexels

માટીમાં પાણીનો સારો નિકાલ થવો જોઈએ આ માટે બગીચાની માટી રેતી અને છાણિયું ખાતર ભેળવીને ઉપયોગ કરો

Image Source: pexels

આદુ અને હળદર બીજમાંથી નહીં પરંતુ તેમના ટુકડાઓમાંથી ઉગાડવામાં આવે છે. તાજા અને સડેલા ન હોય તેવા ટુકડાઓ પસંદ કરો

Image Source: pexels

કુંડામાં 2-3 ઇંચ ઊંડાઈ પર આદુ અથવા હળદરનો અંકુરિત ભાગ ઉપર રાખો તે પછી હળવી માટીથી ઢાંકી દો અને પાણી આપો

Image Source: pexels

આદુ અને હળદરને વધુ પાણીની જરૂર નથી હોતી પરંતુ માટી હંમેશા સહેજ ભેજવાળી રહેવી જોઈએ

Image Source: pexels

આદુ અને હળદરનો પાક લગભગ 8 થી 10 મહિનામાં તૈયાર થઈ જાય છે

Image Source: pexels