ખજૂર સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.



કિડનીના દર્દીઓ: ખજૂરમાં પોટેશિયમ વધુ હોવાથી કિડનીના દર્દીઓ માટે હાનિકારક છે.



ઝાડાના દર્દીઓ: ખજૂર ખાવાથી ઝાડાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.



સગર્ભા સ્ત્રીઓ: ગર્ભાવસ્થા દરમિયાન ખજૂરનું વધુ સેવન ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.



ડાયાબિટીસના દર્દીઓ: ખજૂરમાં કુદરતી શર્કરા હોવાથી બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધી શકે છે.



ત્વચાની એલર્જી અને અસ્થમાના દર્દીઓ: ખજૂર જેવા સૂકા ફળોમાં જોવા મળતા મોલ્ડ એલર્જીથી પ્રભાવિત થઈ શકે છે.



વજન વધે: ખજૂરનું વધુ પડતું સેવન કરવાથી વજન વધી શકે છે.



કબજિયાત: કેટલાક લોકોમાં ખજૂરનું વધુ માત્રામાં સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ વધી શકે છે.



ખજૂરનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.



આ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે.