લિપસ્ટિક લગાવવી એ આજે દરેક સ્ત્રીના મેકઅપ રૂટિનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.



ઓફિસ જવું હોય, પાર્ટીમાં હાજરી આપવાની હોય ત્યારે લિપસ્ટિક ચહેરાની સુંદરતામાં વધારો કરે છે



પરંતુ શું તમે જાણો છો કે દરરોજ લિપસ્ટિક લગાવવાની આદત ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે?



લિપસ્ટિકમાં ઘણા હાનિકારક કેમિકલ્સ હોય છે જે તમારા હોઠની સાથે આખા શરીર પર ખરાબ અસર કરી શકે છે.



મોટાભાગની લિપસ્ટિકમાં લેડ નામની હાનિકારક ધાતુ હોય છે, જે ધીમે ધીમે શરીરમાં એકઠી થાય છે



તે હોર્મોનલ અસંતુલન, પ્રજનન સમસ્યાઓ અને માનસિક વિકાસમાં અવરોધ પેદા કરી શકે છે.



વારંવાર લિપસ્ટિક લગાવવાથી આ કેમિકલ્સ શરીરમાં પ્રવેશવા લાગે છે, જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.



લિપસ્ટિકમાં રહેલા કેમિકલ્સના કારણે હોઠ કાળા થઈ જાય છે.



લિપસ્ટિકમાં પેરાબેન્સ, કેડમિયમ અને ક્રોમિયમ જેવા ઘણા કેમિકલ્સ હોય છે. આ તત્વો કેન્સર જેવા ગંભીર રોગોને જન્મ આપવાની ક્ષમતા ધરાવે છે.



લિપસ્ટિકના સતત સંપર્કમાં રહેવાથી આ ઝેરી તત્વો શરીરમાં એકઠા થઈ શકે છે.



લિપસ્ટિકના હાનિકારક કેમિકલ્સ શરીરમાં પ્રવેશી શકે છે અને લીવર અને પેટને નુકસાન પહોંચાડી શકે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો