ઉનાળાનું લોકપ્રિય ફળ લીચી સ્વાદિષ્ટ હોવાની સાથે અનેક વિટામિનનો ભંડાર છે.



તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.



લીચીમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ પણ જોવા મળે છે, જે ઊર્જા ઉત્પાદન માટે જરૂરી છે.



ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક ફોલેટ એટલે કે વિટામિન બી9 પણ લીચીમાં હોય છે.



ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ વિટામિન ઇ પણ લીચીમાં અલ્પ માત્રામાં મળે છે.



વિટામિન ઉપરાંત લીચી એન્ટીઓક્સીડેન્ટ્સનો પણ સારો સ્ત્રોત છે.



લીચીનું સેવન કરવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.



તે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રાખે છે.



ઉનાળામાં લીચી ખાવી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



જો કે, લીચીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.