બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોને કારણે સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે ડાયાબિટીસ જેવી બીમારીઓને નોતરે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે કસરતની સાથે-સાથે યોગ્ય આહાર અને દિનચર્યા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Published by: gujarati.abplive.com

જો તમારી પાસે જીમમાં જવાનો સમય ન હોય, તો સવારની આ 3 સરળ આદતો અપનાવીને પણ તમે વજન ઘટાડી શકો છો.

Published by: gujarati.abplive.com

આદત ૧: દિવસની શરૂઆત પાણીથી કરો: સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીઓ. તમે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પણ પી શકો છો.

Published by: gujarati.abplive.com

આનાથી શરીર તાજગી અનુભવશે, મેટાબોલિઝમ સુધરશે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે, જેથી તમે વધુ પડતું ખાવાથી બચી શકશો.

Published by: gujarati.abplive.com

આદત ૨: ચાલવું કે કસરત કરવી: સવારનો સમય ચાલવા, યોગા કે કસરત માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

દરરોજ માત્ર 20 થી 30 મિનિટ ચાલવાથી કે યોગા-સ્ટ્રેચિંગ કરવાથી કેલરી બર્ન થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

આદત ૩: યોગ્ય દિનચર્યા (પૂરતી ઊંઘ): તમારી દિનચર્યામાં ઊંઘનું ખૂબ જ મહત્વ છે. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ઊંઘનો અભાવ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને વજન વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

વહેલા સૂવાની અને સવારે વહેલા ઉઠવાની આદત પાડો. સૂતા પહેલાં મોબાઈલ કે ટીવી જેવા સ્ક્રીનથી દૂર રહો.

Published by: gujarati.abplive.com