દેશ અને દુનિયામાં અજીબોગરીબ બીમારીઓ અને વાયરસ ફેલાઈ રહ્યા છે



આફ્રિકાના યુગાન્ડામાં પણ આવો જ એક રોગ ફેલાઇ રહ્યો છે જેમાં દર્દી સતત કાંપતો રહે છે



આ બીમારીનું નામ ડિંગા ડિંગા છે. તે યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં લોકોને શિકાર બનાવી રહ્યો છે



આ રોગના દર્દીઓનું શરીર સતત ધ્રુજે છે. તેમને ચાલવામાં તકલીફ થાય છે



અહેવાલો અનુસાર, યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં ડિંગા ડિંગા રોગ પ્રથમ વખત દેખાયો હતો.



પીડિતોને ખૂબ તાવ, નબળાઇ અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં લકવો પણ થઇ શકે છે



આ રોગના દર્દીઓને ચાલવામાં તકલીફ થાય છે. એવું લાગે છે કે શરીર નિયંત્રણમાં નથી.



હાલમાં આફ્રિકામાં ડિંગા-ડિંગા રોગ ફેલાવવાનું કારણ જાણી શકાયું નથી



ડીંગા ડીંગા રોગ અંગે તબીબોનું કહેવું છે કે તેની કોઈ ચોક્કસ સારવાર નથી



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો