ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.



ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં બ્લડ શુગરનું પ્રમાણ સામાન્ય કરતા વધારે થઈ જાય છે.



આ રોગને દવાઓ દ્વારા જ કાબૂમાં લઈ શકાય છે.



અનેક સંશોધનો અનુસાર, ડુંગળી ખાવાથી બ્લડ સુગરને કંન્ટ્રોલમાં રાખી શકાય છે



ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર ડુંગળી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.



એક સંશોધન મુજબ, ડુંગળી દવાની સાથે ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ 50 ટકા ઓછું થઈ શકે છે.



માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ તે શરીરમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને પણ ઘટાડી શકે છે.



બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ડુંગળી સૌથી સસ્તો ઘરેલું ઉપાય સાબિત થઈ શકે છે.



2021માં જર્નલ ઑફ ફંક્શનલ ફૂડ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુંગળી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.



વર્ષ 2022માં જર્નલ ઓફ ડાયાબિટીસ રિસર્ચમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો



જેમાં ગ્લુકોઝ નિયંત્રણ પર ડુંગળીની અસરની તપાસ કરવામાં આવી હતી.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો